સૈયદ દાદાબાપુ કાદરી ફાતીમીએ દુનીયા થી અલવીદા કરી :મુસ્લિમ સમાજ મા શોક નુ મોજુ ફેલાયુ
ઈન્સાનીયત ના ચમકતા સીતારા માનવતા ના મોતી કૌમી એકતાના મસીહા રહબરે શરીઅત રુહાની પેશ્વા સૈયદ દાદાબાપુ કાદરી ફાતીમી આજ રોજ આ દુનીયા થી અલવીદા કરી ગયેલ છે માટે મુસ્લિમ સમાજ મા શોક નુ મોજુ ફેલાયેલ છે
(દાદાબાપુ ની દફનવિઘી અને નમાઝે જનાઝા માટે તારીખ 14/8/2024 બુઘવાર સાંજે અસરની નમાઝબાદ ખાનકાહે બારગાહે રહમત થી અવ્વલ મંજીલ થરફ રવાના થશે.)
●જેમનું જીવન હમેશા હિન્દુ-મુસ્લીમ ની કોમી એકતા માટે સમર્પીત હતુ.. હીસાબ વગર લોકોના સમાઘાન કરાવી ગલે લગાલેવ હતા.
●સમગ્ર ગુજરાત મા મુસ્લિમ સમાજ ની જરૂરિયાત મુજબ મસ્જિદ મદ્રેસાઓ અને બહેતરીન સ્કુલ તથા કોલેજ સ્થાપીને સમાજને અર્પણ કરી છે..
●1,00,000 એક લાખ થી વઘારે લોકોને વ્યસનમુક્ત બનાવીને જીવન જીવવાની પ્રેરણા આપી.
ઈલ્મનો વિરાટ દરિયો, માનવતાનાં મોતી,સમાજસેવાનો રોશન ચિરાગ,જેમણે પોતાનું સમગ્ર જીવન સામાજીક સ્તરે લોકોની સેવા કરવામા અને ખાસ કરીને દિન અને સુન્નીયત માટે વક્ફ કરી દિધુ એવી અઝીમ શખ્સીયત ઈન્સાનીયત ના ચમકતા સીતારા માનવતા ના મોતી કૌમી એકતાના મસીહા રુહાની પેશ્વા ફખરે સાદાત,હામીએ કૌમો મિલ્લત, રહેબરે શરીઅત,મુરશીદ-એ-કામીલ,હુઝુર પીરે તરીકત, રહબરે શરીઅત, ગોહરે સાદાત,તાજુલ મશાઇખ, આશીકે રસુલ,દિલબંદે ફાતિમા,બતુલ સરકાર સૈયદ મુહંમ્મદ(દાદાબાપુ)કાદરી ફાતેમી મદઝીલ્લહુલ નુરાની આજે દુનિયા-એ-ફાનીથી અલવિદા કરી ગયા છે.
સરકાર દાદાબાપુ એ ગુજરાતભરના દરેક વિસ્તાર મા રુબરુ જઇને શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયમાં સામાજીક ક્ષેત્રે આમુલ પરિવર્તન લાવીને ભાવિ પેઢીને નવી રાહ ચીંધી તેમજ (એક લાખ) થી વધારે યુવાનોને વ્યસનમુક્ત બનાવીને જીવન જીવવાની પ્રેરણા આપી.
સૈયદી સરકાર હુઝૂર દાદાબાપુ કાદરી ફાતમીએ ૬૦૦થી વધારે મસ્જીદ ૨૫૦થી વધારે મદ્રેસાઓ, બહેતરીન સ્કુલ તથા કોલેજ સ્થાપીને સમાજને અર્પણ કરી છે. સૈયદી દાદાબાપુ કાદરી ફાતમી દીન અને દુન્યવી ક્ષેત્રે એવુ કાર્ય કરી ગયા કે આવનારી પેઢી તેમના યોગદાનને આજીવન યાદ રાખશે.કોઈ માણસ પોતાના મર્હુમોની યાદમાં અમુક રૂપિયા, અમુક મિલકત કે અન્ય કોઈ ચીજ-વસ્તુ અર્પણ કરે છે, પરંતુ સરકાર દાદાબાપુએ પોતાની તમામ ઝીંદગી ઉમ્મતે મુસલેમાં માટે વક્ફ કરી દિધી હતી..
ઈન્તેકાલ (મૃત્યુ) ક્યારેય રૂહને મારી શક્તું નથી, વ્યક્તિ ના નામની આગળ મરહુૅમ ઉમેરાય જાય પછી પણ કેટલીક વ્યક્તિ આપણાં દિલમાં જીવંત રહે છે, કારણ કે તેમણે કરેલાં સત્કાર્યો તેમને અમર બનાવી દે છે.આવુંજ અમરત્વ જેમણે મેળવી લીધુ છે જેમના નામની આગળ મરહુૅમ લગાડતા પહેલા તેમણે કરેલ સત્કાર્યો ને યાદ કરીએ તો આ મરહુૅમ શબ્દ ઓગળી જશે. આવુજ એક વિરલ વ્યક્તિત્વ… સાવરકુંડલા ના સૈયદ સાદાત દાદાબાપુની જાહેર જીવનમાં ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે જેમનું જીવન હમેશા હિન્દુ-મુસ્લીમ તમામ માટે સમર્પીત હતુ, જેઓ હમેંશા તન મન ધન થી દરેક લોકોનાં પ્રશ્ને અડીખમ હતા, જેમની પ્રેરણા સૌ માટે લાભ રુપી રહેતી, જેમણે હંમેશને માટે લોક ઉપયોગી કાર્યોની જ્યોત પ્રજ્વલિત કરી હતી, એવા સૈયદ સાદાત દાદાબાપુ ની સમાજને અને પરિવારજનો ને ક્યારે પણ ન પુરી શકાય તેવી ખોટ પડી છે. દાદાબાપુ આપણી વચ્ચે નથી રહ્યા પણ તેમની યાદ હમેશાં આપણાં દિલમાં રહેશે.. તથા આ દુખ ની ઘડી મા તેમના પરીવાર જનો ને સબ્રે જમીલ અતા કરે તેવી દુવા.સાથે પોરબંદર સામાજીક કાર્યકર ઇસ્માઇલખાન શેરવાની દ્વારા યાદી પાઠવામા આવેલ છે…
લી……
ઇસ્માઇલખાન શેરવાની-પોરબંદર
મો.9898923660