સ્વ.શ્રી ભુરા મુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી શોભાયાત્રાના માર્ગ ઉપર ઠંડા પીણા ની સેવા નું આયોજન

સ્વ.શ્રી ભુરામુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ પોરબંદર ના સથવારે તા.17-04-2024 બુધવારના રોજ રામ નવમી નિમિત્તે પોરબંદર શહેરમાં જાનકી મઠ થી વિવિધ વાહનોમાં પૌરાણિક પાત્રોની વેશભૂષા સાથે વિવિધ રાજમાર્ગ ઉપરથી ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રાનું પોરબંદરના વિવિધ રાજમાર્ગો ભવ્ય સ્વાગત થતું હોય છે અને ભાવિક ભક્તજનોની કોઈને કોઈ રીતે સેવા કરવાનું કામ સામાજીક સંસ્થાઓ કરતી હોય છે તેના ભાગ રૂપે સ્વ.શ્રી ભુરા મુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની માફક આ વર્ષે પણ શોભાયાત્રાના માર્ગ ઉપર ઠંડા પીણા ની સેવા નું આયોજન આ વર્ષે પણ કરવામાં આવેલ હતું.
આ વર્ષે અયોધ્યામાં રામ લલ્લાંની પ્રાણપ્રતિષ્ઠા થયેલ હોવાથી ભાવિક ભક્તજનો માં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.
શોભાયાત્રાના દિવસે આ વખતે ગરમી પણ ખૂબ હતી એવા સમયે ઠંડાપીણા થી રાહત મળી શકે તે શુભ આશયથી આશરે 10000 હજારથી વધુ ભાવિક ભક્તજનોએ લાભ લીધેલ હતો,
આ સેવાકીય કાર્ય માં લાયન્સ ઇન્ટર નેશનલ ક્લબના ડિસ્ટ્રિક્ટ 3232 J ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજા,પ્રેસિડેન્ટ લાયન
નિધિ શાહ મોઢવાડીયા,સેક્રેટરી લાયન અજયભાઈ દત્તાણી,જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી,ઝોન ચેરપર્સન લાયન પંકજભાઈ ચંદારાણા , લાયન કિસન મલકાણ, લાયન આશિષ ભાઈ પંડ્યા,લાયન ઋષિતાબા પરમાર તથા અન્ય લાયન મિત્રોએ હાજર રહી સેવાકીય પ્રવૃતિઓને વેગ આપ્યો હતો.

સ્વ.શ્રી ભુરા મુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોરબંદરમાં કાયમી સેવાકીય તબીબી ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે,કાયમી અન્ન ક્ષેત્ર જેવી અનેક વિધ પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે.

અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામનવમી ઉજવણી માટે દેશભરમાં અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ છે. તેવા માહોલમાં સામાજીક સેવા નો હિસ્સો બનવાનું ગૌરવ સાંપડે તે માટે ભગવાન રામ નો અને સર્વ નો આભાર

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!