શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ, જિ. પોરબંદર દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજાયો
શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ, જિ. પોરબંદર દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજાયો હતો.
🙏🏻પોરબંદર માં શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ ટ્રસ્ટનાં ઉપક્રમે નૂતનવર્ષ સ્નેહ મિલન, શ્રદ્ધાંજલિ, જ્ઞાતિ સાધારણ સભા, જ્ઞાતિ રત્ન સન્માન, વડીલ વંદના, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મહાપ્રસાદ નું આયોજન 450 વર્ષ જૂનાં શ્રી વાઘેશ્વરી માતાજી નાં મંદિર નાં વિશાળ” ગોકુલ -સાગર “હૉલ માં થયું હતું.
🌺કાર્યક્રમ નાં મંગલ પ્રારંભે દીપ પ્રાગટ્ય માં સંનિષ્ઠ જ્ઞાતિ ટ્રસ્ટી શ્રી શરદ ચન્દ્ર ગેડીયા, કિરીટભાઈ ધોળકિયા, ઘનશ્યામભાઈ લલાડિયા, કેતનભાઈ ધિણોજા, હિતેનભાઈ ધોળકિયા, તથા મહામંડળ નાં મ. સ. સભ્ય કનુભાઈ ધોળકિયા,જ્ઞાતિ યુવક મંડળ નાં નીખિલભાઈ લલાડિયા, દર્શનભાઈ ભૂવા, મહિલા મંડળ નાં દિવ્યાબેન ધોળકિયા, હીનાબેન ભૂવા, વગેરે જોડાયાં હતાં.સંગીત શિક્ષક વિશાલ ભાઈ આડેસરા એ સુમધુર સ્તુતિ -વંદના રજૂ કરી હતી.
👍🏻ગો. વા. લલિત ચન્દ્ર ધિણોજા ની સ્મૃતિ માં તમામ ભૂલકાં ઓ ને અશોક સ્ટેશનરી માર્ટ તરફથી તથા મહિલા મંડળ તરફથી તમામ વિજેતા ઓ ને ખૂશી ભેટ તથા ઇનામો અપાયા હતાં. તથા જ્ઞાતિ રત્ન કુ. નંદિની રાજપરા નું વિશિષ્ટ બહુમાન જ્ઞાતિ અગ્રણી ઓનાં હસ્તે થયું હતું
👍🏻વડીલ ભાવપૂજન -વંદના માં જ્ઞાતિ નાં 70વર્ષ થી ઊપરના વડીલ દંપત્તિ ઓ માં આદરણીય મનસુખલાલ કડેચા, દીનાબેન કડેચા, જયંત ભાઈ રાજપરા, જ્યોત્સ્ના બેન રાજપરા, રમેશચંદ્ર ભૂવા, ઉષાબેન ભૂવા, અમૂલખ ભાઈ ઘેડીયા, પ્રવીણા બેન ઘેડીયા, વગેરેદંપત્તિ નું ભાવપૂજન શાસ્ત્રો ક વિધિ થી ઉષ્મા વસ્ત્ર, પુષ્પ ગુચ્છ તથા ફૂલ પાંદડી થી જ્ઞાતિ અગ્રણી દંપત્તિઓના હસ્તે જ કરવામાં આવેલ.
🙏🏻ઉપરાંત હસુમતી બેન વજાણી, કિશોરભાઈ રાજપરા, પ્રવીણભાઈ ચોક્સી, મનહરલાલ ગેડીયા, કંચનબેન ઝવેરી, અનસૂયા બેન ધોળકિયા, નવીનચંદ્ર ગેરિયા, કનુભાઈ ધોળકિયા, પ્રફુલલાબેન ગેરિયા, જીતેન્દ્રભાઈ ધિણોજા,મનહરલાલ ધોળકિયા, ઘનશ્યામભાઈ લલાડિયા, માલતીબેન રાજપરા, દીપકભાઈ પારેખ, હસમુખભાઈ વઢવાણીયા, ચંદ્રકાન્ત ભાઈ ચરાડવા, જસવંતી બેન ચિકાણી વગેરે વડીલોનું ભાવપૂજન જ્ઞાતિ અગ્રણી ઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
🌹ઉપરાંત ભાવિનભાઈ ઘેડીયા,હસમુખભાઈ ઘેડીયા, વીરલ ગેરિયા મનોજભાઈ ગેડીયા,રાજેશભાઈ રાજપરા, સચીનભાઈ ચરાડવા, રાજેશભાઈ ગેરિયા, ગીરીશભાઈ ગેરિયા, સંદીપભાઈ ગુંસાણી, ભરતભાઈ વજાણી, અલ્કાબેન ગેરિયા, દિપ્તીબેન ચરાડવા, રાધિકા બેન ચિકાણી, બીનાબેન મોડાસરા, ભાવિકાબેન લલાડિયા, નીતાબેન ગુંસાણી વગેરે યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
👍🏻જ્ઞાતિ સાધારણ સભા માં ગતવર્ષ નાં નાણાકીય હિસાબો ને તથા તમામ ઠરાવો સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
🌺સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કનુભાઈ ધોળકિયા તથા નિલેશભાઈ ચરાડવા એ સંભાળ્યું હતું. આભાર દર્શન નીખિલભાઈ લલાડિયા એ કર્યું હતું. કાર્યક્રમ નાં અંતે શ્રી વાઘેશ્વરી માતાજી નાં જય નાદ સાથે સૌ જ્ઞાતિ જનોએ પારિવારિક આનંદ -ઉલ્લાસ પૂર્ણ વાતાવરણ માં મહા પ્રસાદ લઈ ધન્ય બનીજય જય કાર સાથે વિખરાયાં હતાં.
લિ. ટ્રસ્ટી ગણ
શ્રી શ્રીમાળી વાણીયા -સોની જ્ઞાતિ ટ્રસ્ટ, જિ. પોરબંદર.👌🏻💐🌺👍🏻🌹🙏🏻💐🌺👍🏻🌹🙏🏻