મુખ્યમંત્રી માધવપુર મેળાના ઉદ્ઘાટન પૂર્વે મોકર સાગર સાઈટની મુલાકાત લેશે



પોરબંદર, તા.૪:
મુખ્યમંત્રી તા.૬ એપ્રિલના
માધવપુર મેળાના ઉદ્ઘાટન પૂર્વે મોકર સાગર સાઈટની મુલાકાત લેશે.
રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓની વસાહત એવા મોકર સાગર સાઈટ પર પ્રવાસન વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે .અંદાજીત ૨૦૦ કરોડના આ પ્રોજેક્ટનું ઈ- ખાતમુહૂર્ત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું હતું .સોમનાથ થી દ્વારકા વાયા માધવપુર પોરબંદર દરિયાઈ પટ્ટી પર આવેલી આ સૌથી મોટી પક્ષી વસાહત છે. જે સૌરાષ્ટ્રની ટુરિઝમ સર્કિટની કડી બનશે.
મુખ્યમંત્રી મોકર સાગર સાઈટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુલાકાત કરી અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપશે .
પોરબંદર કલેક્ટર એસ. ડી. ધાનાણીએ મુખ્યમંત્રીના સૂચિત પોગ્રામની માહિતી આપી હતી અને કાર્યક્રમ ને લઈ ને સબંધિત તંત્રને માર્ગદર્શન આપ્યું હતું.
Please follow and like us: