રાજકોટના પોપટપરા – રેલનગરમાં સેન મહારાજની725મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી

શ્રી સેન મહારાજ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરાયું, પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનનાર હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને વાળંદ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

°°°°°°°°°°°°°°°°°

રાજકોટ, તા.27
શહેરના પોપટપરા – રેલનગરમાં સેન મહારાજની
725મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. શ્રી સેન મહારાજ મિત્ર મંડળ દ્વાર ભવ્ય આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનનાર હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સાથે ભવ્ય લોકડાયરો પણ યોજાયો હતો.

વાળંદ સમાજના પૂજનીય સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની 725મી જન્મ જયંતિની ઉજવણી પોપટપરા ગોદામ વાળો રોડ, અમૃત રેસીડેન્સી સામેના વિશાળ મેદાનમાં યોજાયેલ. જેમાં મોટી સંખ્યામાં વાળંદ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની મહાઆરતી યોજાઈ હતી. જે બાદ સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાઓનું સન્માન કરાયું હતું. તાજેતરમાં કાશ્મીરના પહેલગામ ખાતે આતંકી હુમલો થયો. જેમાં જ્ઞાતિ જાતિ નહીં પણ ધર્મ પુછીને આતંકવાદીઓએ નિર્દોષ લોકોના જીવ લીધા. ત્યારે હિન્દુ ધર્મમાં એકતા બનાવી રાખવાના સંકલ્પ સાથે બે મિનિટનું મૌન પાડી પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનનાર હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

ત્યારબાદ મહાપ્રસાદ યોજાયો હતો અને જે પછી લોકડાયરામાં નામી અનામી કલાકારોએ રાષ્ટ્ર્ર ભક્તિ અને ધર્મભક્તિનો જય ઘોષ બોલાવ્યો હતો. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શિવસેના રાજકોટ પ્રમુખ જિમ્મીભાઈ અડવાણી, ક્ષૌરકર્મ સમિતિ પ્રમુખ ગિરધરભાઈ બગથરીયા, દીપકભાઈ પનારા, રમેશભાઈ સુરાણી, સુનિલભાઈ સુરાણી, મહેશભાઈ રાઠોડ, મહાકાલ ગ્રુપના અરવિંદભાઈ સોલંકી, કેયુરભાઈ ભટ્ટી, ઘનશ્યામભાઈ લીંબાણી, નીરવભાઈ જાદવ, પ્રકાશભાઈ કચ્છી (આરબીસી) અશોકભાઈ વાઘેલા (આત્મીજ હોટલ), મહેશભાઈ રાઠોડ (દામીની પમ્પ), ક્રિપાલભાઈ (શ્રીજી મેડીકલ), ચીરાગભાઈ બગથરીયા (કારસ્પા કાલાવડ રોડ), સુનીલભાઈ રાઠોડ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેતનભાઈ કલોલા, અંકુરભાઈ લખતરીયા, મિતેષભાઈ વિઠ્ઠલાપરા, સંજયભાઈ ઠોરીયા, બિપીનભાઈ બગથરીયા તેમજ શ્રી સેન મહારાજ મિત્ર મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!