માધવરાયજીના દર્શન કરી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી માંડવીયાએ ધન્યતા અનુભવી

પોરબંદર : માધવપુર ધાર્મિક લોકમેળો એક સાંસ્કૃતિક વિરાસત

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી  મનસુખભાઈ માંડવીયાએ માધવપુર સ્થિત શ્રી માધવરાયજી મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના આસ્થાભેર દર્શન કરી ધન્યતા અનુભવી

માધવપુર (ઘેડ) ધાર્મિક લોકમેળો એટલે શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના વિવાહના પ્રસંગની ઉત્સાહભેર ઉજવણી

પોરબંદર તા. ૦૬ એપ્રિલ,૨૦૨૫ (રવિવાર) પ્રાચીન સંસ્કૃતિ અને ભક્તિનો સમન્વય એટલે પોરબંદરના માધવપુર (ઘેડ) સ્થિત શ્રી માધવરાયજીનું દિવ્ય મંદિર. ભગવાન શ્રી કૃષ્ણ-માતા રુક્મિણીજીના વિવાહની ધાર્મિક પુણ્ય સ્મૃતિમાં ઐતિહાસિક પરંપરાથી અહીં દર વર્ષે ચૈત્ર મહિનાની રામનવમીથી તેરસ સુધી પાંચ દિવસીય માધવપુરનો ધાર્મિક લોકમેળો યોજવામાં આવે છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ આજરોજ માધવપુર સ્થિત શ્રી માધવરાયજી મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના આસ્થાભેર દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ઉલ્લેખનીય છે કે, આજરોજ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે દિવ્ય અને ભવ્ય માધવપુર મેળો-૨૦૨૫નો શુભારંભ કરવામાં આવશે. માધવપુર,પોરબંદર ખાતે પાંચ દિવસીય મેળામાં પૂર્વ અને પશ્ચિમ ભારતની બે સંસ્કૃતિનો અદભૂત અને અનોખો સંગમ યોજાશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS Wordpress (0) Disqus ( )

error: Content is protected !!